top of page
  • Facebook
  • YouTube
  • images_(1)[1]
  • location
  • download[1]
  • images[1]
  • Instagram

જય ચંદ્રમૌલેશ્વર

ll શ્રી ગણેશાય નમઃ ll

હર હર મહાદેવ

ચંદ્રમૌલેશ્વર મહાદેવ માં તમારુ સ્વાગત છે

IMG-20200802-WA0009[1].jpg

ૐ શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ 

ચંદ્રમૌલેશ્વર મહાદેવ - ધોળકા

Screenshot_20200725-125436[1].png

પૂજારી શ્રી મૌલેશભાઈ જોષી.

CONTACT NUMBER. : - 9773281579, ( WHATSAPP       - 9426408901 ),
download[1].jpeg

ADDRESS : - ચંદ્રમૌલેશ્વર મહાદેવ , સરસ્વતી કન્યા વિધ્યાલય પાછળ, લીલેજેપુર રોડ, કલિકુંડ, ધોળકા - ૩૮૨૨૨૫, ગુજરાત.

ABOUT TO TEMPLE

ચંદ્રમૌલેશ્વર મહાદેવ નો ઇતિહાસ : - 

ધોળકા ખાતે આવેલ આ અજોડ અને ખૂબજ વિશેષતા ધરાવતા આ મંદિર નું નામ ચંદ્રમૌલેશ્વર મહાદેવ છે. આ ઉપરાંત આ મંદિર નાગનાથ મહાદેવ (પરપોટીયા મહાદેવ) તેમજ ચંદ્રેશ્વર મહાદેવ ના નામે પણ જાણીતું છે. આ મંદિર નું બાંધકામ અંદાજે ૫૦૦ વર્ષ પેહલા થયા હોવાનું મનાય છે. આ મંદિર નું બાંધકામ તે સમય ના વડોદરા ના રાજા સયાજીરાવ ગાયકવાડે કરાવ્યું હતું.
સ્વયં સ્વામિનારાયણ ભગવાન એ અહીંયા મહાદેવ આવી ને ભગવાન ચંદ્રમૌલેશ્વર ની પૂજા કરેલ છે અને પોતાના સંપ્રદાય ના સત્સંગીઓ ને શિવ પૂજા નો મહિમા વર્ણવેલ અને પૂજારી શ્રી નું સન્માન કરેલું .

મંદિર નું નામ રાખવા પાછળ નું કારણ : -

મહાદેવ જી એ સમુદ્ર મંથન માંથી નીકળેલ ચંદ્ર ને પોતાના મસ્તક પર ધારણ કરેલ છે તેથી તેઓ ચંદ્રમૌલેશ્વર કહેવાય છે અહીં પણ આ જે શિવલિંગ છે તેની અંદર ના મધ્ય ના શિવલિંગ માં ચંદ્રમા ની કળા ના દર્શન થાય છે. જે ચંદ્ર ની કળા સાથે વધ - ઘટ પામે છે. શિવલિંગ ની ઉપર આવી ચંદ્ર ની અસર ( ચંદ્રદર્શન ) ના કારણે આ શિવલિંગ ચંદ્રમૌલેશ્વર કહેવાય છે. આવું શિવલિંગ વિશ્વ માં બીજે ક્યાંય જોવા મળતું નથી.

મંદિર ની વિશેષતા : -

આ મંદિર ને ખાસ મહત્વ નું અને ખાસ વિશેષ અહીં મંદિર માં રહેલું શિવલિંગ બનાવે છે. કેમકે આ શિવલિંગ સ્વયંભૂ છે અને તે જમીન માંથી નીકર્યું હતું. આ શિવલિંગ પાંડવ કાળ નું હોવાનું મનાય છે. આ શિવલિંગ ની બીજી વિશેષતા એ છે કે તેના જેવું શિવલિંગ આખા વિશ્વ મા બીજે ક્યાંય જોવા નહીં મળે. આ શિવલિંગ સ્ફટિક નું બનેલું છે અને તેનો આકાર પાણી ના પટપોટા જેવો છે તેથી આ મંદિર પરપોટીયા મહાદેવ તરીકે પણ પ્રચલિત છે. કુદરતી સ્ફટિક નું શિવલિંગ પૂરા વિશ્વ મા બીજે ક્યાંય નથી કારણકે કુદરતી રીતે સ્ફટિક બનતા કરોડો વર્ષો વીતી જાય છે પરંતુ ભગવાન શિવ ની કૃપા થી આ પ્રકાર નું કુદરતી સ્ફટિક નું શિવલિંગ આખા વિશ્વ મા માત્ર અહીંયા જ જોવા મળે છે. અન્ય વિશેષતા માં આ શિવલિંગ અન્ય શિવલિંગ કરતા આકાર ની સાથે સાથે સંખ્યા માં પણ અલગ પડે છે કેમકે અન્ય મંદિર માં એક  શિવલિંગ હોય છે જ્યારે અહીંયા નાના નાના શિવલિંગ મળી ને એક મુખ્ય શિવલિંગ ની રચના કરે છે. આ પાણી ના પટપોટા જેવો આકાર ધરાવતા નાના નાના શિવલિંગ ની સંખ્યા ગણવી ખૂબ જ મુશ્કેલ છે કેમકે તે ગણતરી ક્યારેય સમાન આવતી નથી. પહેલી વાર ગણ્યા બાદ જો ૧૨ થયા હોય તો ફરી ગણીએ ત્યારે ૧૨ થાય જ નહીં આમ આ સંખ્યા ગણવી પણ અશક્ય જેવું જ છે. આ ઉપરાંત આ શિવલિંગ ની મધ્ય માં ભગવાન શિવ ની કૃપા થી ચંદ્રદર્શન થાય છે અને આ ચંદ્રદર્શન નો પ્રભાવ સતત બદલાયા કરે છે આ ચંદ્રદર્શન ઓછા માં ઓછું દિવસ મા બે વખત બદલાય છે. અમાસ તેમજ શ્રાવણ માસ દરમ્યાન આ ચંદ્રદર્શન વિલુપ્ત થયી જાય છે અને ત્યાં ચંદ્રદર્શન નો સફેદ ભાગ કાળો થયી જાય છે. અને પૂનમ તેમજ પૂર્ણ ચંદ્રદર્શન ના સમય એ ચંદ્રદર્શન માં ૐ તેમજ ભગવાન શિવ ની જટા ના દર્શન થાય છે. જય ચંદ્રમૌલેશ્વર. હર હર મહાદેવ. જય ભોલે.

MONDAY SPECIAL

અહીં નાગનાથ ( શ્રી ચંદ્રમૌલેશ્વર ) મહાદેવ માં દરેક અઠવાડીયા ના દરેક સોમવારે પૂજારી દ્વારા મંદિર ના ગર્ભગૃહ માં પ્રાક્રુતિક વસ્તુઓ જેવી કે ફૂલ, પાન, અને અન્ય વનસ્પતિ નો ઉપયોગ કરી ને શણગાર કરવા મા આવે છે. 
તે શણગાર માંથી અમુક શણગાર ના ફોટા નીચે મુકેલ છે.

SPECIAL EVENTS

વર્ષ 2019 માં ધોળકા તાલુકા માં તેમજ તેની આસપાસ ના કેટલાક તાલુકા માં વરસાદ ચોમાસા ના સામાન્ય સમયગાળા દરમ્યાન ન આવતા ખેડૂતો ને પાક ની વાવણી કરવામાં વિલંબ થતાં તેઓ મંદિર ના પૂજારી શ્રી મૌલેશભાઈ જોષી ને મળ્યા અને વરસાદ માટે ભગવાન ભોલેનાથ ને પ્રાથના કરી ને આજીજી કરવા કહ્યું. ત્યારબાદ તેમની ચિંતા દૂર કરવા અને વરસાદ માટે તેમણે મંદિર માં અનુષ્ઠાન કરવાનું નક્કી કર્યું. આ અનુષ્ઠાન માં તેમણે સતત રુદ્રી ના પાઠ કર્યા હતા અને ત્યારબાદ અનુષ્ઠાન ના ત્રીજા દિવસે ભગવાન શિવ ની કૃપા થી વરસાદ નું આગમન થયું હતું.

Independence Day 2020 Status

bottom of page